Archive for May, 2008

ચાલ્યા જશું

Posted on May 31st, 2008 by gujaratikavita  |  No Comments »

 મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું, રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું. દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું, આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું. યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે, બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું. આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો, શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા જશું. [...]

કોને ખબર

Posted on May 31st, 2008 by gujaratikavita  |  No Comments »

હોઠોથી હસી નાખ્યું પણ દિલ રડે છે કોને ખબર, સૂકા રણની ભીતર આદિલ આસું ન્હાય છે કોને ખબર. લાજનો ભાવ હતો એથી થોડા શરમાઇ ગયા, સામે જોઇ ઝૂકી ગ્યા, આંખડી નમ છે કોને ખબર. વિસાત શું એમની હતી મારા દિલને સ્પર્શવાની, હું પણ થોડો બદલાયેલો હતો કોને ખબર. દરિયાના મોજાં જેમ ઉછળતી રહેતી વેદનાઓ, હરરોજ [...]

વીર કરોડિયો જાળાવાળૉ

Posted on May 31st, 2008 by gujaratikavita  |  6 Comments »

વીર કરોડિયો જાળાવાળૉ – આપણો દેશી કરોડિયો —- [youtube=http://www.youtube.com/watch?v=oXK267Nzb-o] ————————————————- [youtube=http://www.youtube.com/watch?v=VQevviKuKKY&feature] – by G.G.C group surat.

સાયબર સફરે

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી. “યુ હૅવ ગૉટ મેઈલ” [...]

એ ખબર નથી!

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું જોતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું ચાલતા આવડે છે કે નહી, એ [...]

ખબર નથી

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

કસ્ટી ના કાંધા ક્યા લઇ જશે ખબર નથી, તુ અવી ક્યા ચાલી ગઇ ખબર નથી. મળ્યો હુ તને ક્યારે એ ખબર નથી, પડ્યો હુ ક્યારે પ્રેમ માં એ ખબર નથી. ન તો જણ તો હુ કશુ તારા વિશે; વાત ક્યારે થઇ ખબર નથી. ચોટ તો વગી ત્યારે સભાન થયો, લોહી નીકળી ને વહિ ગયુ ક્યારે [...]

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને, એવું કહીને એજ તો ભુલી ગયા મને. પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું? તારા વિશે તો કેટલું પૂછે બધા મને! ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ, દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને. થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું, સારું થયું કે [...]

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ, આ વાતની તને ય ખબર હોવી જોઇએ. એક રોશની રહે છે સતત મારા પંથમાં, મારા ઉપર તમારી નજર હોવી જોઇએ. લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી, બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ. નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર, મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ. ચાલું [...]

નીકળે કેટલા !

Posted on May 30th, 2008 by gujaratikavita  |  2 Comments »

શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ? અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા ! દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા ! વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા ! બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો કેટલા છે સાધુ [...]

સમાવી નહીં શકે

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

પથ્થરની વરચે ઝાડને વાવી નહીં શકે, ઝરણાને પાછું પર્વતે લાવી નહીં શકે. માણસ તું એટલો બૂરો અપરાધ ન કર, કે ઇશ્વરે સજાથી બચાવી નહીં શકે. અંધારી રાતે ઝાડ કૂંપળને કહ્યા કરે છે, તડકાનું વાળુ કોઇ કરાવી નહીં શકે. ચાતકને ચાર ટીપાં તરસ માટે કાફી છે, વરસાદી જળ ચાંચ સમાવી નહીં શકે. બારીની આસપાસનાં દૃશ્યો હટી [...]