કોણ પૂછે છે ?
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? – કૈલાસ પંડિત
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? – કૈલાસ પંડિત
આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી, આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી. કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે, કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી. આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે, આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી. આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે, કાંઈ [...]
હું નયનનું નીર છું પ્રેમનું તકદીર છું ખેંચશો – હારી જશો દ્રૌપદીનું ચીર છું અર્જુને પૂછ્યું મને રે તું કોનું તીર છું જે નજર આવે નહીં તેની હું તસ્વીર છું પાત્ર લાવો હેમનું હું સિંહણનું ક્ષીર છું જન્મના ફેરાની હું તૂટતી ઝંજીર છું જાય છે આદમ? ભલે! દુ:ખ નથી-દિલગીર છું – શેખાદમ આબુવાલા
ખૂબ ઊંચે ચડી ગયો છું હું, છેક નીચે પડી ગયો છું હું. એક હાથે મને મેં તરછોડ્યો અન્ય હાથે અડી ગયો છું હું. મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે મને આવડી ગયો છું હું. થાય છે કે ફરીથી બંધાઉં સામટો ગડગડી ગયો છું હું. બંધ થઈ જાઉં આજ શબ્દ બની એટલો ઊઘડી ગયો છું હું. [...]
કોઈ મારી આંખમાં તરતું હશે કોઈ મારા શબ્દમાં રમતું હશે હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના કોઈ નક્કી જાગરણ કરતું હશે. – ગોવિંદ ગઢવી
રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ, એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ. કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ? અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ. એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે, કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ. ઓ વિધાતા! આંસુઓથી તો નથી [...]
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે, એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે, મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે. એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી, મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે. – મુકુલ ચોકસી