Archive for April, 2008

ગઝલ – દર્દ અને દવા

Posted on April 29th, 2008 by gujaratikavita  |  3 Comments »

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, શું એમ કોઈનાય માર્યા મરી જવાના ! -અમૃત ‘ઘાયલ’ પીડા મહીં પણ એમ હસું છું, જાણે ગયો છે રોગ સમૂળ. -અમૃત ‘ઘાયલ’ કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે, વેદજૂની વેદનાની વાણ છું. -અમૃત ‘ઘાયલ’ આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું, ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. [...]

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

Posted on April 29th, 2008 by gujaratikavita  |  1 Comment »

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે [...]

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી

Posted on April 29th, 2008 by gujaratikavita  |  2 Comments »

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી. ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. મૃત્યુની ઠેસ [...]

કબીરા

Posted on April 29th, 2008 by gujaratikavita  |  No Comments »

ખાંપણ સરખો ખેસ કબીરા લોક કહે દરવેશ કબીરા લીરેલીરા જીવતર ઓઢી છોડી ચાલો દેશ કબીરા હાથ અને રેખાઓ વચ્ચે કરમે કાળામેંશ કબીરા સાંઈ મારગ સાવ જ સીધો શેની વાગી ઠેશ કબીરા સીમ ભલેને આળસ મરડે ભીંજાવું ના લેશ કબીરા – માવજી મહેશ્વરી

હલબલી જાય આદમી તે ગઝલ

Posted on April 15th, 2008 by gujaratikavita  |  2 Comments »

ચોતરફ મૌન મૌનની વચ્ચે, એક તલસાટ કાયમી તે ગઝલ. તેજ રૂપે કદી તિમિર રૂપે, મેધલી મીટથી ઝમી તે ગઝલ. નિત સમય જેમ ઊગતી જ રહી, અસ્તમાં પણ ન આથમી તે ગઝલ. દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. જિન્દગાની કે જાંફિશાનીની, હોય જે વાટ જોખમી તે ગઝલ. એમની એ જ છે કસોટી [...]

સમજી જાજે સાનમાં

Posted on April 15th, 2008 by gujaratikavita  |  2 Comments »

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ, હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ ! -બાલમુકુન્દ દવે

ભૂલ કર

Posted on April 15th, 2008 by gujaratikavita  |  No Comments »

યભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને તું પણ એને છળ કદી, જા, [...]

અડવા પણ નથી દેતી

Posted on April 15th, 2008 by gujaratikavita  |  2 Comments »

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી જુદાઈની પળે જળ આંખના [...]

તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે

Posted on April 15th, 2008 by gujaratikavita  |  1 Comment »

તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું; મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું? તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું. – શેખાદમ આબુવાલા

કેમ છો?

Posted on April 15th, 2008 by gujaratikavita  |  1 Comment »

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’ સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’ હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’ શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે. કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’ અર્થ એના કેટલા એ કાઢશે? કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’ આંખ મેં બારી તરફ માંડી ફકત, કોઇએ પૂછ્યું કે [...]