Archive for March, 2008

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

Posted on March 18th, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ [...]

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

Posted on March 18th, 2008 by gujaratikavita  |  1 Comment »

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી જુદાઈની પળે જળ આંખના [...]

હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

Posted on March 18th, 2008 by gujaratikavita  |  No Comments »

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે

Posted on March 18th, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે, જે કંઈ તું આપશે સનાતન બની જશે. તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા ! મારું છે એવું કોણ કે બંધન બની જશે. આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’, શંકા વધી જશે તો સમર્થન બની જશે.